[kutchh] - ગણેશનગરમાં 26 હજારના શરાબ સાથે એક ઝડપાયો

  |   Kutchhnews

શહેરના ગણેશનગરના એક મકાનમાં બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. 26,250 ની કિંમતના વિદેશી શરાબના જથ્થા સાથે એકની અટક કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, બી-ડિવિઝન પોલીસને મળેલી બાતમી મુજબ પીઆઇ ડી.વી.રાણાના માર્ગદર્શન હેઠળ ટીમે સેક્ટર નંબર 6,ગણેશનગરમાં આવેલા મકાન નંબર 37માં દરોડો પાડી 27 વર્ષીય ગોવિંદ ઉર્ફે ગવલો ડાયાલાલ ચંદેના કબજામાં રહેલી રૂ.26,250 ની કિંમતની વિદેશી શરાબની 75 બોટલો સાથે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં પીઆઇ સાથે પીએસઆઇ એલ.એલ.ચાવડા, સી.ડી.પટેલ, એએસઆઇ પુનમ મહેશ્વરી, હેડકોન્સટેબલ રામદેવસિંહ ઝાલા,કિશન વાઢેર, કોન્સટેબલ રાજા હીરાગર, રવીરાજસિંહ પરમાર, જગદિશ સોલંકી, માવજી વાઢેર, મહિલા કોન્સટેબલ ગુણવંતીબેન પરમાર તથા આશાબેન રાણા જોડાયા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PMxMHwAA

📲 Get Kutchh News on Whatsapp 💬