[kutchh] - ટેક્સ ન ભરતા 10 ઘરનું ડ્રેનેજ કનેક્શન પાલિકાએ કાપી નાખ્યું

  |   Kutchhnews

ગાંધીધામના પોશ ગણાતા વિસ્તારમાં પાલીકાએ રીક્વરી માટેની કામગીરી સંદર્ભે વર્ષોથી ટેક્સ ન ભરતા દસ જેટલા ઘરોનું ડ્રેનેજ ક્નેક્શન પાલીકાના અધિકારીઓએ કાપી નાખ્યુ હતુ. અહિ નોંધવુ રહ્યુ કે પોશ વિસ્તારમાં પણ ટેક્સ ભરવામાં ન આવતો હોવાની રાવ ઉઠતી રહે છે.

ગાંધીધામ નગરપાલીકા દ્વારા બુધવારે 5હજારથી વધુનું બીલ જેમનું બાકી છે તેમને નોટીસ ફટકારવા આવી હતી. પરંતુ ત્યારબાદ પણ મોટુ ચુકવણુ જેમને કરવાનું હતુ તેમણે મચક ન આપતા આખરે નોર્થ અને સાઉથ વિસ્તારમાં આવેલા દસ જેટલા ઘરોમાં પ્રશાસનની ટીમે ધસી જઈને ડ્રેનેજના કનેક્શન કાપી નાખ્યા હતા. પાલીકા દ્વારા કડક વલણ અખત્યાર કરતા સુધરાઈનો ટેક્સ ન ભરી રહેલા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. અહિ નોંધવુ રહ્યુ કે પોશ વિસ્તારમાં પણ પાલીકાના ટૅક્સ ભરવાને લઈ દર્શાવવામાં આવતા ઉદાસીન વલણના કારણે પાલીકામાં ઓછો ટૅક્સ જમા થતો હોવાની રાવ ઉઠતી રહે છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/gJGioQAA

📲 Get Kutchh News on Whatsapp 💬