[kutchh] - નખત્રાણામાં નાના ધંધાર્થીઓની દબાણ મુદ્દે રજૂઆત

  |   Kutchhnews

નખત્રાણામાં દબાણ હટાવ ઝૂંબેશને પગલે જે-તે જગ્યાએથી હટાવાઇ ગયેલા નાના ધંધાર્થીઓએ આજીવિકા છિનવાઇ ગયાની ધારાસભ્યને સાથે રાખીને મામલતદાર સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને સાથે રાખીને કરાયેલી રજૂઆતમાં જણાવાયા મુજબ વગદાર માણસો પાકાં દબાણો કરી લે છે તો પણ તેમને તંત્ર દ્વારા નોટિસ સુદ્ધાં ફટકારાતી નથી અને નાના વેપારીઅોના ધંધાને દબાણને નામે શા માટે નુકસાન પહોંચાડાય છે તે સરકારે જોવું જોઇએ.

જ્યાં સુધી આવા વેપારીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી હવે દબાણનું ભૂત ન ધૂણે તેવી અરજ કરાઇ છે. કેટલાક લોકોએ તો ટ્રાફિકમાં અડચણરૂપ હોય તેવાં દબાણો સ્વેચ્છાએ હટાવી લેવાની તૈયારી બતાવી છે તો આવા સંજોગોમાં નાનો ધંધાર્થી હેરાન ન થાય તે જોવાની તંત્રની ફરજ છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rn_vDQAA

📲 Get Kutchh News on Whatsapp 💬