[kutchh] - રથમાં બિરાજીત બાલકૃષ્ણે નગરચર્યા કરી, વિવિધ કૃતિએ લોકોમાં આકર્ષણ જગાવ્યું

  |   Kutchhnews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

માંડવીમાં લોહાણા તથા ખારવા સમાજ દ્વારા નોમ-દશમના પરંપરાગત રવાડીનું આયોજન કરાયું હતું. આ પ્રચલિત રવાડીમાં ગરૂડ રક્ષક વાહનમાં બાળ સ્વરૂપમાં બિરાજીત કૃષ્ણ ભગવાને શહેરના મુખ્ય માર્ગો પરથી વાજતે-ગાજતે નગરચર્યા કરી હતી.પારંપરિક શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા હતા. નોમના લોહાણા સમાજ દ્વારા યોજાયેલી 167મી નાની રવાડીને સુંદરવન મંદિરેથી નગરપતિ મેહુલ શાહના હસ્તે પ્રસ્થાન કરાવાયું હતું. પુજનવિધીનો લાભ લીલાવંતીબેન રતિલાલ મડીયાર પરિવારે લીધો હતો. શૈલેષ મડિયાર, રોહન મડિયાર, શાંતિલાલ ગણાત્રા, દિલીપ ઠકકર, વિજય ઠકકર, જયેશ ઠકકર તેમજ અન્ય સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

બીજા દિવસે દશમના ખારવા સમાજની મોટી રવાડીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. આ બંને રવાડીમાં ભજન મંડળી, ઓરકેસ્ટ્રા પાર્ટી, ડી.જે.ડાન્સ, ઢોલ શરણાઈ, તેમજ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તથા સવાલી ઢોલના નાદે લોકોમાં આકર્ષણ જગાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kwu2oAAA

📲 Get Kutchh News on Whatsapp 💬