[kutchh] - 18 વર્ષીય યુવાનનો ટ્રેઇલર ચાલકે ભોગ લીધો

  |   Kutchhnews

ગળપાદર હાઇવે પરબાઇક પર જઇ રહેલા 18 વર્ષીય યુવાનને બેફામ જઇ રહેલા ટ્રેઇલર ચાલકે અડફેટે લેતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે આ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ હાઇવે પર માત્ર 20 દિવસોમાં થયેલા અકસ્માતમાં મોતની સંખ્યા 6 થઇ છે ત્યારે આ હાઇવે છે કે મોતનો રસ્તો?

આ બનાવની મળેલી વિગતો મુજબ, રાજવીનગર ગાંધીધામ ખાતે રહેતો 18 વર્ષીય હર્ષદસિંહ જયસિંહ રાવ પોતાની જીજે-12-એઆર-7738 નંબરની બાઇક પર રાજવીનગરથી ગાંધીધામ જઇ રહ્યો હતો ત્યારે સવારે 9.30 વાગ્યના આરસામાં પુર ઝડપે અને બેફામ રીતે આવતા સફેદ રંગના ટ્રેઇલર ચાલકે તેને અડફેટે લેતાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. એ-ડિવિઝન પોલીસે અકસ્માત કરી નાસી ગયેલા ટ્રેઇલર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તપાસ પીએસઆઇ એચ.વી.ધેડા ચલાવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/mPJ_eQAA

📲 Get Kutchh News on Whatsapp 💬