[nadiad] - ખેડા જિલ્લાના 4 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે બહુમાન કરાયું
ખેડા જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે જિલ્લાના કુલ ચાર શિક્ષકોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવ્યું છે.
જેમાં બે જિલ્લા કક્ષાએ અને બે તાલુકા કક્ષાએ પસંદગી પામ્યાં છે. આ પ્રસંગે વિધાનસભાના દંડક પંકજભાઈ દેસાઇ, સાંસદ દેવુસિંહ ચૌહાણ વિગેરે હાજર રહ્યાં હતાં.
ખેડા જિલ્લામાં શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે ટીંબાપુરા (મહોળેલ) પ્રાથમિક શાળાના શિક્ષક નિલેશકુમાર રમણલાલ સોલંકી તથા પેટલી પ્રાથમિક શાળાના દિનેશભાઈ રણછોડભાઈ પ્રજાપતિનું જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમજ નગર પ્રાથમિક શાળા નં.1ના જયંતિભાઈ મંગળભાઈ પરમાર અને ઢાંકણીપુરા પ્રાથમિક શાળાના રાવનવઘણભાઈ રામાભાઈ ડાભીને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પારિતોષિકથી સન્માનવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે હાજર બ્રહ્માકુમારી પૂર્ણીમાબહેન, નડિયાદના સ્વામી મૃદિતવંદનાનંદજી, કલેક્ટર આઈ.કે. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન. મોદી વિગેરે હાજર રહ્યાં હતાં....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/OwlvHwAA