[nadiad] - નેનપુર શિબિરમાં ઇ-નામ અંગેની માહિતી પૂરી પડાઇ

  |   Nadiadnews

મહેમદાવાદ તાલુકાના નેનપુર ખાતે આવેલા આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, મહેમદાવાદ દ્વારા ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ (ઇ-નામ) તથા નેશનલ ઓઇલસીડ એન્ડ ઓઇલપામની માહિતી આપવા માટે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ ખેડૂત શિબિરમાં ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, એપીએમસીના ચેરમેન રમણભાઇ ચૌહાણ, નટવરસિંહ ચૌહાણ, મદદનીશ ખેતી નિયામક, કૃષિ સંશોધન વૈજ્ઞાનિકો, બજાર સમિતિ (મહેમદાવાદ)ના ડિરેકટરો તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ હાજરી આપી હતી. ખેડૂતોની આવક બમણી કરવા અંગેની સરકારની વિવિધ યોજનાઓ, પાક સંરક્ષણ તથા ઇ-નામ પ્રોજેક્ટ અંગેની વિસ્તૃત માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી. ગ્રામ સેવકો તથા મહેમદાવાદ એપીએમસીના સ્ટાફ દ્વારા આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HYyevQAA

📲 Get Nadiad News on Whatsapp 💬