[navsari] - અભિમાન એ જીવનનાં પતનની નિશાની છે
નવસારી | સ્નેહસેતુ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત શિવકથાના બીજા દિવસે કથાકાર મેહુલ જાની (ખેરગામ) કથા શ્રવણ કરાવતાં કહ્યું કે કળિયુગનું લક્ષણ છે. સત્યની નજીક રહે તેનો બેડો પાર થાય. સત્ય દેખાતું નથી. પોતાનું પેટ ભરવા જુઠું બોલે. સાધુઓ દાંભિક બન્યા છે. જેના ઘરમાં સ્ત્રીશક્તિ ભક્તિમય હશે તે ઘરમાં લક્ષ્મી હશે. ભક્તિ એ સંસ્કાર છે. કળિયુગમાં કન્યા વિક્રય થાય એ મહાપાપ છે. શિવને આરાધ્યને પૂજવા માટેની ભક્તિ શ્રવણ મનન અને કિર્તન છે. લીંગની પૂજા જો દરરોજ કરે તેને મહાદેવનાં આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અભિમાન એ જીવનનાં પતનની નિશાની છે. જીવનમાં ક્રોધ આવે ત્યારે ક્રિયાહીન બની જાઓ. જીવનમાં સમયને જીતી લો. ભક્તિ શોધવાનો વિષય નથી. ભક્તિ સ્વીકારવાનો વિષય છે. પસ્તાવો એ મોટામાં મોટું પ્રાયશ્ચિત છે. અભિમાન મહાદેવને પસંદ નથી. ભગવાન કહે જે સંતોષથી જીવે તે મને બહુ ગમે. સતત ભક્તિમાં રહેનારો મને પ્રિય લાગે. ભક્તિ ડરથી નહીં ભક્તિ ભાવથી કરો. મન અને બુદ્ધિ ભગવાનના ચરણમાં મૂકી દો. બાપુએ રૂદ્રાક્ષ વિશે બોલતાં કહ્યું કે શિવના અશ્રુએ રૂદ્રાક્ષ છે.
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/k4P5_AAA