[navsari] - ચીખલીના રાનકુવાની શાળાને સ્વચ્છતાનો પુરસ્કાર એનાયત

  |   Navsarinews

એમ.એચ.આર.ડી વિભાગ ભારત સરકાર દ્વારા વર્ષ 2017 માં સમગ્ર દેશની શાળાઓ માટે સ્વચ્છતા પુરસ્કાર માટે ઓનલાઇન નોંધણી કરવામાં આવી હતી. નવસારી જિલ્લાની 120 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ દ્વારા ઓનલાઇન અરજી થઇ હતી.

નોંધણી થયેલી શાળાઓ પૈકી ફાઇવ સ્ટાર રેટીંગ પ્રાપ્ત કરનાર શાળાની સ્થળ ચકાસણી માટે જિલ્લા કક્ષાએ નિષ્ણાંત ટીમની રચના કરવામાં આવી હતી. તમામ માપદંડની બારીકાઇથી ચકાસણી કર્યા બાદ રાજ્યકક્ષાએથી જિલ્લાવાર શાળાઓને પુરસ્કાર જાહેર થયા છે. જેમાં બી.એલ.પટેલ સર્વવિદ્યામંદિરને જિલ્લા કલેક્ટર ડો.મોડીયા જિ.શિ., વસાવા પ્રા.આચાર્ય યોગેશભાઇ, પ્રા.શિ.અ.મેહુલભાઇ તેમજ જિલ્લાની શાળાના આચાર્યોની ઉપસ્થિતિમાં કલેક્ટર સભાખંડમાં રૂ.12 હજાર અને મુખ્ય પ્રમાણપત્ર ઉપરાંત કેટેગરીના ત્રણ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

ચીખલીના રાનકુવાની શાળાની આ સિધ્ધિ શાળાના આચાર્ય સંજય પરમાર નિરીક્ષક પરેશભાઇ અને સ્વચ્છતા કન્વીનર નિકુંજભાઇ દ્વારા કલેક્ટર મોડીયા દ્વારા એવોર્ડ અને ચેક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. ટીમ રાનકુવાને હાર્દિક અભિનંદન મંડળના પદાધિકારી દ્વારા આપવામાં આવ્યા હતાં.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-W65MwAA

📲 Get Navsari News on Whatsapp 💬