[navsari] - નવસારીમાં દાદાભાઈ નવરોજીની જન્મજયંતીની ઉજવણી કરાઈ

  |   Navsarinews

નવસારી | નવસારી નગરપાલિકા અને દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાનમાળાના ઉપક્રમે યોજાયેલ નવસારીના પનોતા પુત્ર, હિંદના દાદ અને દેશભક્ત દાદાભાઈ નવરાજીની 193મી જન્મજયંતી (4થી સપ્ટેમ્બર 1825)પ્રસંગે લક્ષ્મણ હોલ સ્થિત દાદાભાઈ નવરોજીની પ્રતિમાને ફુલહાર કરી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આપણે બધા ગૌરવવંતા છીએ કે આપણા નગરે દાદાભાઈ નવરોજીનો જન્મ થયો. મહાત્મા ગાંધી પહબેલા સ્વતંત્રતા સ્વરાજ્યનો શંખનાદ દાદાએ ફૂંક્યો હતો. પ્રા. જશુભાઈ નાયક, કેરસી દેબુની ટીમ પ્રતિવર્ષ આ મહાન વિભૂતિની યાદમાં તમામે વહેલી સવારે એકત્ર કરવાનું વર્ષોથી કરે એ રાષ્ટ્રીય ભાવનાને પણ સલામ છે. આ પ્રસંગે પાલિકા પ્રમુખ કાંતુભાઈ પટેલ, પાલિકા સદસ્યો, જેઆરસી પ્રવૃત્તિના શિક્ષક-કાઉન્સેલર, વરિષ્ઠ નગરજનોએ પણ પ્રતિમાને પુષ્પાંજલી કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BwzxmgAA

📲 Get Navsari News on Whatsapp 💬