[navsari] - સર જે.જે.પ્રાયમરી સ્કુલમાં ‘રેઇન્બો ડે’ ઉજવાયો

  |   Navsarinews

નવસારી | નવસારીની સર.જે.જે પ્રાયમરી સ્કુલમાં નર્સરીના બાળકોનો તા.31.8.2018 નાં શુક્રવારના રોજ રેઇનબો ડે ઉજવવામાં આવ્યો હતો. ચોમાસાની ઋતુને અનુરૂપ આ ડે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને શાળામાં ચોમાસાને લગતી અનેક વસ્તુઓથી સુશોભન કરવામાં આવ્યું હતું. શિક્ષકો દ્વારા ડેકોરેશન કરવામાં આવ્યું હતું. નર્સરીના નાના બાળકો રેઇનબોનાં 7 રંગના આધારે સુંદર રંગીન કપડાંમાં સજ્જ થઇને આવ્યા હતાં. બાળકોએ કાગળ, રૂ,પ્લાસ્ટિક,નાઇલોન, નેટ જેવી અવનવી વસ્તુઓનો ઉપયોગ કરી સુંદર વસ્ત્રો તૈયાર કર્યા અને પહેરીને આવ્યા હતાં.બાળકો રંગીન કપડાંમાં આકાશમાં મેઘધનુષ સુંદર દેખાય તેમ સુંદર દેખાય રહ્યાં હતાં. શાળાના આચાર્ય બાળકોને જોઇ ખૂબ ખુશ થયા હતાં. તેમને મેઘધનુષના સાત રંગો વિશે સમજણ આપી હતી અને વાલીઓને તેમના સર્જનાતમ્ક પ્રયાસ અંગે અભિનંદન પાઠવ્યા હતાં.નિર્ણાયક તરીકે શાળાના શિક્ષિકા વીરા.ભૂરાએ સેવા બજાવી હતી અને બાળકોએ તેમને વર્ષાઋતુ વિશે કાલાઘેલા જોડકણાં ગાઇ સમજાવ્યા હતા. નિર્ણાયક પણ તેમના દેખાવથી આકર્ષિત થયા હતા અને તેમને તેમના કપડાં તથા તેમના પૂછાયેલા પ્રશ્નોના જવાબોના આધારે તેમને પ્રથમ, દ્ધિતિય, તૃતીય તેમજ આશ્વાસન ઇનામોરૂપે તેમને સર્ટિફિકેટ આપ્યા હતાં.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/xE3O0wAA

📲 Get Navsari News on Whatsapp 💬