[palanpur] - આબુરોડની માધવ વિશ્વ વિદ્યાલયમાં શિક્ષક દિન ઊજવાયો

  |   Palanpurnews

આબુરોડ સ્થિત માધવ વિશ્વ વિદ્યાલયમાં શિક્ષક દિન ઊજવાયો હતો. આ પ્રસંગે વિશ્વ વિદ્યાલયના કુલપતિ પ્રો.જે.એલ.વિજએ કહ્યું હતું કે, શિક્ષક રાષ્ટ્રનું ભવિષ્ય અને નિર્માતા છે. તે જ્ઞાનરૂપી રોશની આપે છે. તેમજ દેશના આર્થિક, ઔદ્યોગિક, સામાજીક અને ધાર્મિક ક્રાંતિ લાવવામાં સાહિત્યકારો, લેખકો અને અધ્યાપકોનું મુખ્ય યોગદાન છે.

આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકોને માટે રોમાંચિત કાર્યક્રમો રજુ કર્યા હતા. જેમાં પ્રો. વિકાસ કૌશિક, પ્રો.એસ.એન.શર્મા,પ્રો.જી.એસ.ઇંદોરિયા, ડો.પંકજ અરોડા,ડો.ખીમસિંહ દહિયા,ડો.સુનિલસિંહ,ડો.અવધેશ દિક્ષિત વગેરેએ આ દિન નિમિત્તે તેમના વક્તવ્યો આપ્યા હતા.

વિશ્વ વિદ્યાલયની રાષ્ટ્રીય સેવા યોજના દ્વારા શિક્ષક દિન નિમિત્તે યોજાયેલા કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ ડો.ખીમસિંહ દહિયાએ સમાજમાં શિક્ષકની ભૂમિકાનો પરિચય આપતાં તેમણે જણાવ્યું હતું કે, શિક્ષકે પ્રાચીન શિક્ષણ અને વર્તમાન શિક્ષણ પ્રણાલીને સ્પષ્ટ કરીને શિક્ષકોએ સમાજ નિર્માણમાં સકારત્મક પ્રયત્ન કરવો જોઇએ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GWiywQAA

📲 Get Palanpur News on Whatsapp 💬