[palanpur] - પૈસા માટે ડિગ્રીના સર્ટિ. વેચાતા જોઇ આંસુ આવી જાય છે

  |   Palanpurnews

પાલનપુરના તપાગચ્છ ઉપાશ્રય ખાતે જૈનગુરૂ નિરંજન સાગર સુરીશ્વરજીએ ધર્મવાણી સંબોધી હતી.ત્યારે ઉપસ્થિત લોકોને સંબોધતા જૈનગુરુએ જણાવ્યું હતું કે “વિદ્યાથી તરો અને તારો” માનવી જેમ આંખથી પારદર્શક નિહાળીને શું કરવું શું ન આચરવું તે અમલમાં મૂકી શકે છે.તેમ સાચી વિદ્યાથી-વિનય-નમ્રતા ગુણ પ્રગટતા તે ઉચ્ચ શિખરો સર કરી શકે છે.ડગલે પગલે પૈસા કાજે ડિગ્રીના સર્ટીફીકેટો વેચતા જોઈને આંખમાં આંસુ આવી જાય છે.ચોફેર શિક્ષણની વાતો ચાલે છે પરંતુ માહિતીનો ઢગલો,જરૂર વગરનું ભારરૂપ વિદ્યા મેળવતા જ્યારે વ્યવહારમાંતો અબુધ તરીકે ગણાય છે .

જૈનધર્મમાં તો આત્માનો ખજાનો ગુણ શક્તિ કેળવે આત્મા સન્મુખ લઈ જાય તેને સમ્યકજ્ઞાન કહે છે.જે પ્રગટ કરવા કાજે જ્ઞાન,જ્ઞાની,જ્ઞાનના સાધનો જેવા કે કાગળ,પેન,પુસ્તકોનું સન્માન-બહુમાન રાખે તે વગર પ્રયત્ને વિદ્યાશક્તિના ધણી બને બ્રાહ્મણકુળમાં જન્મેલ છતાં શ્રીસરસ્વતી સાધના બળે શ્રીઉમાસ્વાતી જૈનમુનિ બન્યા.5૦૦ ગ્રંથોની સુચારૂ રચનાઓ કરી.જેમાં ફોરેનમાં અને સ્કૂલ-કોલેજોમાં જૈન ફિલોસોફીને જાણવા માટે શ્રીતત્વાર્થાધિગમ પુસ્તક ભણાવવામાં આવે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/PHAmkQAA

📲 Get Palanpur News on Whatsapp 💬