[palanpur] - મિશન વિદ્યામાં કેવું ભણ્યા તેનુ આજે મૂલ્યાંકન કરાશે

  |   Palanpurnews

પાલનપુર| બનાસકાંઠામાં 26જુલાઇથી 31ઓગસ્ટ સુધી મિશન વિદ્યા પ્રોજેક્ટ અંતર્ગત બાળકોની વાંચન લેખન અને ગણન કામગીરી વધારાના એક કલાક ભણાવીને શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી . જે બાદ હવે ગુરૂવારથી શનિવાર સુધી ત્રણ દિવસ માટે જિલ્લાની 678 શાળામાં બીએડ કોલેજના 678 ફિલ્ડ ઇન્વેસ્ટિગેટર દ્વારા બાળકોની મૂલ્યાંકન કામગીરી ચકાસવામાં આવશે.

આ ઉપરાંત કચ્છ અને સાબરકાંઠા જિલ્લામાંથી મૂકવામાં આવેલા સીઆરસી દ્વારા તપાસ કામગીરી કરવામાં આવશે . આ અંગે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વ્યાખ્યાતા ડો.જે બી જોષીએ જણાવ્યું હતું કે \" જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકોને અભ્યાસની વાંચન લેખન અને ગણનની શિક્ષકો દ્વારા ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાયું હતું જેને લઇ હવે ડાયટના લાયઝન ઓફિસર, બીઆરસી અને તાલુકા કેળવણી નિરીક્ષકોની ટીમો દ્વારા સમગ્ર મિશન વિદ્યા પ્રોજેક્ટની મૂલ્યાંકન કામગીરી હાથ ધરાશે.\"

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B6Lc6gAA

📲 Get Palanpur News on Whatsapp 💬