[patan] - કોંગ્રેસના કોર્પોરેટરોની સ્ટ્રીટ લાઇટ સફાઇ વેરા નાબૂદ કરવા નગરપાલિકાને રજૂઆત

  |   Patannews

પાટણ નગરપાલિકા દ્વારા લેવાતો સ્ટ્રીટ લાઇટ અને સફાઈ વેરો નાબૂદ કરવાનો પાલિકા દ્વારા કરાયેલ ઠરાવનો ચીફ ઓફિસર દ્વારા અમલ કરવા દેવામાં આવતો ન હોય જે બાબતને લઈ બુધવારના રોજ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર લાલેશ ઠક્કરની આગેવાની હેઠળ પાલિકાના કોંગ્રેસના કેટલાક કોર્પોરેટરો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરનો ઘેરાવો કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ પાલિકા કેમ્પસમાં પાલિકા પ્રમુખે ચીફ ઓફિસર હાજર ન હોય પાલિકાના ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ જય રામીને આવેદનપત્ર સુપ્રત કરી પાલિકા દ્વારા કરાયેલ ઠરાવનો ત્વરિત અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી

જોકે મોડેથી પાટણ નગરપાલિકા કેમ્પસમાં આવેલા પાલિકા પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ સ્ટ્રીટ લાઇટ અને સફાઇવેરા નાબૂદી બાબતે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અગાઉ અઢી વર્ષ પાલિકાનું શાસન લાલેશ ઠક્કરની આગેવાની હેઠળ ચાલતું હતું તેઓના સમયમાં આ બાબતે જે તે સમયે મળેલી સામાન્ય સભામાં સર્વાનુમતે નિર્ણય કરાયો હોય ત્યારે વેરાના નાબૂદીના મામલે તેઓએ કોઈ નિર્ણય ન લેતા પોતાની ફરજ સમજી કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દેવું જોઈએ તેવું તેઓએ જણાવ્યું હતું....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RGu0SwAA

📲 Get Patan News on Whatsapp 💬