[patan] - કારીગર પથ્થરને હીરાનું રૂપ આપે છે, તેમ શિક્ષક બાળકોને સંસ્કાર અને ઘડતર કરવાનું કામ કરે છે

  |   Patannews

5મી સપ્ટેમ્બર શિક્ષક દિન અંતર્ગત પાટણ જિલ્લા અને તાલુકાના 7 શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ વિતરણ તેમજ 141 શિક્ષકોની ફૂલ પગારના ઓર્ડર આપવાનો કાર્યક્રમ બુધવારના રોજ કેબિનેટ મંત્રી દિલીપભાઈ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યુનિવર્સિટીના રંગ ભવન હોલ ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી દિલીપભાઇ ઠાકોરે પાટણ જિલ્લા અને તાલુકામાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા શિક્ષકોને ટકોર કરતા જણાવ્યું કે પાટણ જિલ્લા અને તાલુકામાં હજારો શિક્ષકો ફરજ બજાવે છે છતાં 22 શ્રેષ્ઠ શિક્ષકોની જગ્યાએ ફક્ત 7 શ્રેષ્ઠ શિક્ષકો જ પસંદગી થયા છે ત્યારે શિક્ષકોએ પણ પૂરેપૂરી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી શિક્ષણની નગરી ગણાતા પાટણ જિલ્લાને આગામી શિક્ષક દિનની ઊજવણી નિમિત્તે રાષ્ટ્રીય કક્ષાનું પુરસ્કાર મળે તેવા પ્રયાસો કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું કે જેમ કારીગર પથ્થરને હીરાનું રૂપ આપી શકે છે, તેમ શિક્ષક બાળકોને સંસ્કાર અને ઘડતર કરવાનું કામ કરે છે. શિક્ષણનું જ્ઞાન સમાજ સેવાનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાનું જણાવી કુલ 7 શ્રેષ્ઠ શિક્ષકો પૈકી જિલ્લામાં 2 અને તાલુકામાં 5 બેસ્ટ શિક્ષકો પોતાના પંથકના છેવાડાના ગામના વિસ્તારોના હોવાનો ગર્વ અનુભવ્યો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Ec6KyAAA

📲 Get Patan News on Whatsapp 💬