[patan] - પાટણમાં લોકોને જાગૃત કરવા માટે વૃક્ષો પર ‘પાણી બચાવો’, ‘બેટી પઢાવો’, ‘વૃક્ષો બચાવો’ જેવા સૂત્રો લખ્યા

  |   Patannews

પાટણ : પાટણ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ડી.એલ.એડ.ના પ્રથમ વર્ષના તાલીમાર્થીઓએ અનોખી રીતે શિક્ષણ દિનની ઊજવણી કરી હતી જેમાં તાલીમાર્થીઓએ વૃક્ષો પર લોકોમાં પાણી, સ્વચ્છતા, વૃક્ષો, શિક્ષણ અંગેની જાગૃતિ લાવવા માટેના સંદેશા આપતા સૂત્રો લખેલા રેડિયમ બોર્ડ લગાવ્યા હતા અને કલરથી સૂત્રો પણ લખ્યા હતા. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સિનિયર લેકચરર ડો ભારતીબેન પટેલે જણાવ્યું કે તાલીમાર્થીઓએ લોકોને જાગૃત કરવા માટે પાટણ શહેરના રાજમહેલ રોડ પર આવેલા વૃક્ષો પર ‘પાણી બચાવો’, ‘એનર્જી બચાવો’, ‘બેટી પઢાવો’, ‘વૃક્ષો બચાવો’, ‘સ્વચ્છતા જાળવો’જેવા સૂત્રો લખેલા રેડિયમ બોર્ડ લગાવ્યા છે અને કલરથી વૃક્ષો પર પણ સૂત્રો લખી લોકો સુધી સંદેશો પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/XPfAowAA

📲 Get Patan News on Whatsapp 💬