[patan] - રાધનપુરમાં કોર્પોરેટર પર હુમલામાં વધુ બે આરોપી ઝબ્બે

  |   Patannews

રાધનપુરમાં ભાજપના કોર્પોરેટર અને ગૌરક્ષક કુલદીપ સિંહ અને તેમના મિત્ર પર છરી વડે હુમલો કરવાની ઘટનામાં પોલીસે વધુ બે શખ્સોને પકડી પાડ્યા છે ઘટનાના ત્રીજા દિવસે શહેરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બજારો ખુલતા લોકોની અવર-જવર રાબેતા મુજબ શરૂ થઇ ગઇ હતી.

હુમલાની ઘટનાનાા ઘેરા પ્રત્યાઘાતોના ભાગરૂપે મંગળવારે રાધનપુરની બજાર જડબેસલાક બંધ રહ્યા બાદ બુધવારે સવારે પોલીસના બંદોબસ્ત વચ્ચે બજાર રાબેતા મુજબ ખુલી ગઈ હતી. દિવસ દરમ્યાન શાંતિમય માહોલ રહ્યો હતો આ ઘટનામાં સાત પૈકી એક આરોપીને પોલીસે મંગળવારે જ પકડી પાડ્યો હતો જ્યારે વધુ બે આરોપી રાધનપુરના મોસીન હુસેનભાઇ ઘાંચી અને અનીશ ઈસ્માઈલભાઈ ઘાંચીને પોલીસે રાધનપુરના ભીલોટ ત્રણ રસ્તા પાસેથી બુધવારે બાતમી આધારે પકડી પાડ્યા હતા. જ્યારે બાકીના ચાર આરોપીઓને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં એલ.સી.બી એસ.ઓ.જી સહિતની પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસ કામે લાગેલી છે તેવું રાધનપુર પોલીસે જણાવ્યું હતું.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Uhuh-QAA

📲 Get Patan News on Whatsapp 💬