[porbandar] - ખેડૂતોનાં દેવા માફી સહિતની સમસ્યા મુદ્દે કોંગ્રેસે કરી કલેક્ટરને રજૂઆત

  |   Porbandarnews

ગુજરાત સરકારને જાગૃત કરવા અને ખેડૂતોના હીતમાં તાકિદે પગલા ભરવા માટે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે ગુજરાતમાં સૌથી મોંઘી વિજળી, મોંઘુ ખાતર, મોંઘુ બિયારણ થયું છે. ખેડૂતોએ નાછૂટકે લોન લેવી પડે છે ત્યારપછી ખેતપેદાશનું પૂરતું વળતર નહીં મળતા ગુજરાતન ખેડૂતો દેવાના ખપ્પરમાં ડૂબી રહ્યા છે. માટે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ તેમજ ખાતર પરના વેરા નાબૂદ કરવામાં આવે તેવી પણ લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ સાથે ખેડૂતોને ખેતીની પૂરતી સુવિધા મળે તેમજ પૂરતા પ્રમાણમાં વિજળી પૂરી પાડવામાં આવે. ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવે ખરીદીની વ્યવસ્થા કરવામાં આવે અને પાકવીમાની પૂરતી રકમ સમયસર ચૂકવવામાં આવે અને ખેડૂતોને વ્યાજબી ભાવે બિયારણ, ખાતર તેમજ જંતુનાશક દવા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ ઉપરાંત ખેડૂતો પરના અત્યાચારો બંધ કરવામાં આવે. ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે, ખેતીની જમીન ઘટી રહી છે, ગૌચરની જમીન ગાયબ થઈ રહી છે. જમીનમાપણીના નામે ખેડૂતોને મોટો અન્યાય થાય છે વગેરે બાબતે કોંગ્રેસ સમિતિએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ખેડૂતોના હક્ક માટે અને ન્યાય માટે યોગ્ય કરવા જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/RbaAIgAA

📲 Get Porbandar News on Whatsapp 💬