[porbandar] - જૂના ખોજાવાડમાં ગટરના પાણી ઘરમાં ઘૂસ્યા

  |   Porbandarnews

પોરબંદરમાં જુના કોર્ટ કમ્પાઉન્ડ રોડ સામે આવેલ જુની ખોજાવાડ વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ઘૂસતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં આવેલ કૂવાનું પાણી પણ દૂષિત થઈ ગયું છે અને સફાઈ કર્મચારીઓને આ વિસ્તારમાં સફાઈ નહીં કરવાની પણ જોહૂકમી ચલાવવામાં આવી રહી છે.

પોરબંદરમાં જુના ખોજાવાડ વિસ્તારમાં રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા છે. ગટરો જામ થઈ જવાને કારણે ગટરના પાણી લોકોના ઘરમાં ઘૂસી ગયા છે જેને લીધે આ વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. આ વિસ્તારમાં એક મોટી ચાલમાં રહેતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ચાલમાં પીવાલાયક પાણીનો કૂવો છે પરંતુ ગટરના પાણીને કારણે આ કૂવો દૂષિત થઈ ગયો છે જેથી લોકો આ કૂવાનું પાણી પી નથી શકતા. આ ચાલમાં ગટર ઉભરાતી હોવાના કારણે ગટરના પાણી ઘરમાં આવી ગયા છે જેથી નહાવા માટેના બાથરૂમમાં લુગડાનો ડાટો મારવો પડ્યો છે અને છતાં પણ ગટરનું પાણી આવતું હોવાને કારણે નહાવું પણ મુશ્કેલ બન્યું છે. આ વિસ્તારના રોડ પર ભૂગર્ભગટરની ટાંકીમાંથી પાણી બહાર આવે છે. જેના કારણે રસ્તાઓ પર ગટરના પાણી સતત ફરી વળે છે. ટાંકીના ભાગેથી ગટરનું પાણી પરપોટા સ્વરૂપે બહાર આવે છે. આ વિસ્તારમાં સફાઈ કામદારો કામ કરવા માટે આવે છે પરંતુ યોગ્ય સફાઈ કરતા નથી. જેમ-તેમ ગટરો સાફ કરીને ચાલ્યા જાય છે. આ વિસ્તારના લોકોએ એવું પણ જણાવ્યું હતું કે સફાઈ કામદારોને આ વિસ્તારમાં સફાઈ ન કરવી એવી દમદાટી આપવામાં આવી હોવાથી સફાઈ કર્મીઓ યોગ્ય રીતે સફાઈ કરતા નથી એવો સણસણતો આક્ષેપ અહીંના રહેવાસીઓએ કર્યો છે. ઉપરાંત આ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ પણ બંધ હાલતમાં જોવા મળે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/_CNPNQAA

📲 Get Porbandar News on Whatsapp 💬