[porbandar] - પોરબંદરમાં શિક્ષકદિન નિમીતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો

  |   Porbandarnews

એજ્યુકેશન રીપોર્ટર| પોરબંદર

પોરબંદરના સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં શિક્ષક દિવસ નિમીતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો હતો, જેમાં નોંધનીય કામગીરી બદલ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. પોરબંદરના સાન્દીપનિ વિદ્યાનિકેતનમાં શિક્ષક દિવસ નિમીતે શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી બહોળી સંખ્યામાં શિક્ષકોની ઉપસ્થિતિમાં આ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં રૂપાળીબા કન્યાશાળામાં 1998 થી મદદનીશ શિક્ષક તરીકે સેવારત અને 100 થી વધુ બાળગીતોના રચયિતા પ્રિતિબેન ત્રિભોવનદાસ કોટેચાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિરપુર પે સેન્ટર શાળામાં છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા નાટ્યકરણ દ્વારા શિક્ષણ સહિતના ઈનોવેશન દ્વારા શિક્ષણ થકી બાળકોના પ્રિય શિક્ષિકા પુષ્પાબેન ખીમજીભાઈ મણવરને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ગુજરાત ગ્રામ્ય ઉદ્યોગ બજાર નિગમના ચેરમેન મેઘજીભાઈ કણજારીયા, જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યા, જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ મોરીએ વિજેતા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. આ તકે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ઉષાબેન સીડા, મંજુબેન ઓડેદરા, રાણીબેન કેશવાલા, ભારતીબેન ઓડેદરા સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/pSnsJwAA

📲 Get Porbandar News on Whatsapp 💬