[porbandar] - પોરબંદર | જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રીસભા યોજાઈ હતી જેમાં વહીવટીતંત્રના

  |   Porbandarnews

પોરબંદર | જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રીસભા યોજાઈ હતી જેમાં વહીવટીતંત્રના અધિકારીઓએ જિલ્લાના છેવાડાના ગામ ડાડુકામાં ગ્રામજનો વચ્ચે જઈને 3 કલાક સુધી ગામની સામુહિક રજૂઆતો તેમજ વ્યક્તિગત પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે પ્રયાસ હાથ ધર્યા હતા. ગ્રામજનોની રજૂઆતો સાંભળ્યા બાદ જિલ્લા કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું હતું કે ગ્રામજનોના પ્રશ્નોના ઉકેલ માટે એટલી જ ગંભીરતા દાખવવામાં આવશે. જમીન માંપણી, પીવાના પાણીના પ્રશ્ન, ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી હતી. શિક્ષણ તેમજ આરોગ્યવિષયક યોજનાઓની વિસ્તૃત જાણકારી પણ આપી હતી. આ તકે પ્રાંત અધિકારી કુતિયાણા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઈજનેર, PGVCL, સિંચાઈ વિભાગ સહિતના ઉપસ્થિત રહ્યા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Kz5mXQAA

📲 Get Porbandar News on Whatsapp 💬