[porbandar] - બોખીરા હાઈવે પરના ગાબડા એક- બે દિવસમાં જ ડામરથી મઢવામાં આવશે

  |   Porbandarnews

પોરબંદરમાં બોખીરા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી ગયા હતા અને આ ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો સતત ભયના ઓથાર હેઠળ વાહન ચલાવતા હતા. જામનગર હાઈવે બોખીરા હાઈવેથી પસાર થતો હોય ત્યારે બોખીરા હાઈવે પરના ખાડાઓ વાહનચાલકો માટે શિરદર્દ સમાન બન્યા હતા. અને વાહનચાલકોને ગાબડાઓને લીધે હાલાકી ભોગવવી પડી રહી છે તેવો લેખ ગઈકાલે ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રસિદ્ધ થયો હતો. જેના કારણે તંત્ર સફાળું જાગ્યું હતું અને બોખીરા હાઈવે પરના ગાબડાઓ બુરવામાં આવ્યા હતા. ુ એક દિવસનો વરસાદ આવવાને કારણે મોરમ નીકળી ગઈ હતી અને ફરીથી ગાબડાઓ જેવા હતા તેવી પરિસ્થિતિમાં પડી ગયા હતા. આથી વાહનચાલકો હાલાકી ભોગવી રહ્યા છે તેવો લેખ ગઈકાલે ‘દિવ્ય ભાસ્કર’ માં પ્રસિદ્ધ થયો હતો અને તંત્રએ તાત્કાલીક આ હાઈવે પરના તમામ ગાબડાઓને પથ્થર અને રેતીથી બુરીને સમથળ કરી દીધા છે. આ અંગે તંત્રના કર્મચારીઓ સાથે વાત કરતા તેણે એવું જણાવ્યું હતું કે હાલમાં આ રસ્તાઓ ઉપર ડામર પાથરવાની પૂર્વ તૈયારી થઈ છે. એક-બે દિવસમાં જ ડામરથી આ ગાબડાઓને મઢી દેવામાં આવશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wPZ0bgAA

📲 Get Porbandar News on Whatsapp 💬