[rajkot] - ગોંડલમાં હેર ડ્રેસરની દુકાનમાં લુખ્ખા તત્વોએ આતંક મચાવી કરી તોડફોડ

  |   Rajkotnews

ગોંડલ: ગોંડલના માંડવી ચોક વેરી દરવાજા પાસે આવેલ હેર ડ્રેસરની દુકાનમાં 4 જેટલા લુખ્ખા તત્વોએ આતંક મચાવી તોડફોડ કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા શોપિંગ સેન્ટરના વેપારીઓએ આજે બંધ પાળી પોલીસ ફરિયાદ નોંધાવી જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું.

તોડફોડ બાદ દુકાન માલિકને જામનથી મારી નાખવાની ધમકી આપી

પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના વેરી દરવાજા પાસે આવેલ સીતારામ શોપિંગ સેન્ટરમાં રાજેશ હેર ડ્રેસર નામે દુકાન ધરાવતા રાજેશભાઈ ડાયાભાઇ બગથરીયાને ત્યાં જુમલો, બાની, ટીટો તેમજ એક અજાણ્યા શખ્સે ધસી આવી આતંક મચાવી દુકાનમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આથી રાજેશભાઇએ સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઉપરોક્ત ચાર શખ્સો વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 506 (2) તેમજ 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/HUeJVwAA

📲 Get Rajkot News on Whatsapp 💬