[rajkot] - મોરબીમાં હાર્દિકના સમર્થનમાં પાસ કાર્યકરોએ શાળાઓ બંધ કરાવી, છાત્રોને સાથે રાખી ધરણા કર્યા

  |   Rajkotnews

મોરબી: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે પાસ કાર્યકરો દ્વારા શાળા બંધ કરવાના સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા કર્યા હતા. જે બાદ આજે કેટલાક પાસ કાર્યકરો દ્વારા શાળાઓ બંધ કરાવી હતી, કેટલીક શાળાએ સ્વૈચ્છિક રજા જાહેર કરી દીધી હતી. આ બાદ પાસ કાર્યકરોએ છાત્રોને સાથે રાખી સરદાર બાગ સામે આવેલ પાર્કિંગ જગ્યા પર ધરણા કર્યા હતા અને રામધૂન બોલાવી હતી

પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત, પાસના કાર્યકરોની અટકાયત કરાઇ

શાળા સંચાલકોએ કોઇ ઘર્ષણ થાય અને શાળાનું વાતાવરણ બગડે કે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રજા જાહેર કરી દીધી હતી. જો કે કેટલીક શાળાઓએ શાળા ચાલુ રાખી હતી. આ બાદ પાસ કાર્યકરોએ છાત્રોને સાથે રાખી હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનના સમર્થનમાં સરદાર બાગ પાસે આવેલ જાહેર પાર્કિંગ સ્થળ પર રામધૂન અને ધરણા શરુ કર્યા હતા અને સરકારને સદબુદ્ધિ આપવા માંગ કરી હતી. આ અંગેની જાણ થતા ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શનમાં એ ડીવીઝન પીઆઈ ચૌધરી, પીએસઆઇ અને સ્ટાફ દોડી ગયો હતો અને તમામને જાહેર જગ્યા પર ધરણા કાર્યક્રમ ન કરવા સમજાવટ કરી હતી. જો કે પાસ કાર્યકરો દ્વારા મચક ન આપતા અંતે તમામ લોકોની અટકાયત કરી હતી જ્યારે અમુકને સમજાવી રવાના કરી દીધા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/BOCjbAAA

📲 Get Rajkot News on Whatsapp 💬