[rajkot] - રાજકોટમાં ડેન્ગ્યુથી યુવતીનું મોત, તાવ આવતા બેભાન થઇ જતા યુવાનનું મોત

  |   Rajkotnews

રાજકોટ: શહેરના વોર્ડ નં.13માં જ એક ડઝનથી વધુ ડેન્ગ્યુના કેસ છે. પરંતુ મનપા એક જ કેસ હોવાનું ગાણું ગાઇ રહી છે ત્યારે ગુરુપ્રસાદ આવાસમાં યુવતી નિધિ નળિયાપરાનું ડેન્ગ્યૂથી મોત નીપજતાં ડેન્ગ્યૂ ગંભીર રીતે પ્રસરી રહ્યાના નિર્દેશ મળી રહ્યા છે. બીજી તરફ આજી વસાહતમાં 22 વર્ષીય યુવાન રામસિશન યાદવને તાવ આવતા બેભાન થતા મોત નીપજ્યું હતું. આ સીઝનમાં ડેન્ગ્યુથી પાંચના મોત નીપજ્યા છે.

એલેન્ઝા ટેસ્ટ જ જો માન્ય હોય તો મનપા તેનો કેમ્પ રાખે: કોર્પોરેટર

વોર્ડ નં.13માં છેલ્લા બે દિવસથી મલેરિયા વિભાગ ફોગિંગ સહિતની કામગીરી કરી રહ્યું છે. રામનગરમાં એક ડેન્ગ્યુનો કેસ નોંધાતા ખોડિયારપરા, ગીતાનગર, માનસતા આવાસ યોજના, ગુરુપ્રસાદ આવાસ યોજના, ડાલીબાઇ કન્યા છાત્રાલય સહિતના સ્થળો પર ફોગિંગ કર્યું છે. વોર્ડ નં.13ના કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે જણાવ્યું છે કે મનપાના ચોપડે ડેન્ગ્યુનો માત્ર એક જ કેસ નોંધાયો છે. પરંતુ અમારા વોર્ડમાં એક ડઝન કેસ છે. મનપા માત્ર એલેન્ઝા કેસ જ માન્ય રાખે છે પરંતુ તે બહુ ખર્ચાળ હોવાથી સામાન્ય પરિવારના લોકો તે ટેસ્ટ કરાવતા નથી. તેથી વોર્ડ નં.13 અને શહેરમાં કેટલા ડેન્ગ્યુના કેસ છે જેથી ડેન્ગ્યૂનો સાચો આંક બહાર આવતો નથી. નિધિ નળિયાપરાનું ડેન્ગ્યુથી મોત થતા ગુરુપ્રસાદ ચોક વિસ્તારના લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/G_FMUwAA

📲 Get Rajkot News on Whatsapp 💬