[rajkot] - લલિતની કાર્યક્રમ રોકવાની ચીમકીને પગલે પોલીસ પહેરા હેઠળ શિક્ષકોનું સન્માન થયું

  |   Rajkotnews

એજ્યુકેશન રિપોર્ટર | રાજકોટ

રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે બુધવારે શિક્ષક દિન નિમિત્તે જિલ્લા અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળિયા અને ધોરાજીના ધારાસભ્ય લલિતભાઇ વસોયાના નામ નિમંત્રણ કાર્ડમાંથી જ નીકળી જતા જબરો વિવાદ સર્જાયો હતો. ધારાસભ્ય અને શિક્ષણ બોર્ડના સભ્ય હોવા છતાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર.સગારકાએ નિમંત્રણ પણ નહીં પાઠવતા ઉશ્કેરાયેલા લલિતભાઇ વસોયાએ કાર્યક્રમ યોજવા નહી દેવાની ચીમકી આપતા મામલો ગરમાયો હતો અને કાર્યક્રમના સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

5મી સપ્ટેમ્બરે શિક્ષક દિન નિમિત્તે દર વર્ષે રાજ્યના દરેક જિલ્લાઓમાં શ્રેષ્ઠ શિક્ષકોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવે છે જેમાં રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સંયુક્ત ઉપક્રમે યોજ્યો હતો જેમાં કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જયેશભાઇ રાદડિયા, મુખ્ય મહેમાન તરીકે મોહનભાઇ કુંડારિયા, અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, ગીતાબા જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન ખાટરિયા, મેયર બીનાબેન આચાર્ય, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના નાથાભાઇ મકવાણાના નામ નિમંત્રણ કાર્ડમાં નામ લખાયા હતા જ્યારે ભાજપના કેબિનેટ મંત્રી અને શિક્ષણ બોર્ડના સભ્ય કુંવરજીભાઇ બાવળિયા તથા ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાના નામ કપાઇ જતા વિવાદ થયો હતો....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/J3AxDgAA

📲 Get Rajkot News on Whatsapp 💬