[rajkot] - શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ દ્વારા પર્યુષણ મહાપર્વને અનુલક્ષી આજથી વિવિધ કાર્યક્રમો

  |   Rajkotnews

રાજકોટ : શ્રીમદ્દ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ દ્વારા પર્યુષણ પર્વને અનુલક્ષી વિવિધ કાર્યક્રમનું 6 થી 13 સપ્ટેમ્બર સુધી રાકેશભાઇના આશિર્વાદથી આયોજન કરાયું છે. ગુરુવારે સવારે 9 કલાકથી ભક્તિ સ્વાધ્યાય, આરતી, દીવો, ભાવ પ્રતિક્રમણ, શુક્રવારે, શનિવાર ઉપરોક્ત મુજબ કાર્યક્રમ યોજાશે. રવિવારે સવારે9 થી 9.45 કલાકે આત્મસિધ્ધિ શાસ્ત્ર સમૂહ પાઠ, સ્વાધ્યાય, દેવ વંદન, આરતી, દીવો અને 10 સપ્ટેમ્બરના મહાવીર જયંતીને ભક્તામર સ્તોત્ર સમૂહ પાઠ અને ભક્તિનો કાર્યક્રમ ભૂપેન્દ્રભાઇ મહેતા રજૂ કરશે. 11 અને 12મી સપ્ટેમ્બરે ભક્તિ, દેવ, આરતી, ભાવ પ્રતિક્રમણ અને 13 સપ્ટેમ્બરના સવારે 9 થી 10.30 ભક્તિ સ્વાધ્યાય, સાંજે 5.30 થી 8.30 સવંત્સરી પ્રતિક્રમણ અને રાતે 8.30 કલાકે આરતી, દીવાનો કાર્યક્રમ યોજાશે. ભક્તિ સ્વાધ્યાય રાજુજી ધરમપુરવાળા કરાવશે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ ‘પુષ્પમાળા’ની રચના કરી ભક્તિ, વૈરાગ્ય, સુનિતિ જેવા અલગ અલગ પ્રેરક વિચારો રજૂ કર્યા હતા. સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ રાજકોટ દ્વારા 6 સપ્ટેમ્બરથી વિવિધ સ્થળોએ સાંજે 7 કલાકે પ્રતિક્રમણની વ્યવસ્થા કરાઇ છે. ભાઇઓ,બહેનો અલગ અલગ ઉપાશ્રય અને નિવાસસ્થને પ્રતિક્રમણ કરી શકશે. વિરાણી પૌષધશાળા, જૈનચાલ, ઇ-544 તક્ષસીલા એપાર્ટમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UEZGvwAA

📲 Get Rajkot News on Whatsapp 💬