[rajkot] - સરકાર અને પાસ કહે તો સામાજીક હિત માટે નરેશ પટેલ મધ્યસ્થી બનવા તૈયાર
રાજકોટ: હાર્દિક પટેલના ઉપવાસનો આજે ગુરુવારે 13મો દિવસ છે. છતાં ભાજપ સરકારમાંથી સમાધાન મુદ્દે કોઇ વલણ આવતું નથી. તે જોઇ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ મધ્યસ્થી બનાવવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે આજે નરેશ પટેલે એક નિવેનદમાં જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો સામાજીક શાંતિ અને હિત માટે મધ્યસ્થી બનવા તૈયાર છું.
નરેશ પટેલે એક નિવેદનમાં બતાવી તૈયારી
ખેડૂતોના દેવા માફ કરવા અને પાટીદાર સમાજને અનામત આપવા માટે હાર્દિક પટેલે ઉપવાસ શરૂ કર્યા છે. 13 દિવસ સુધી તેણે અન્ન લીધું નથી જેને લઇ ગુજરાતભરમાં તેને ટેકો મળી રહ્યો છે અને સરકારની ભીંસ વધતી જાય છે. ખોડલધામ સંસ્થાના મોભી નરેશ પટેલને સરકાર મધ્યસ્થી બનાવે તેવી ચર્ચા ચાલી રહી છે. ત્યારે નરેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરકાર અને પાસ કહેશે તો જરૂર મધ્યસ્થી બનીશ. ઉલ્લેખનીય છે કે, ખોડલધામના ટ્રસ્ટી દિનેશ કુંભાણી અને તેમની ટીમ પાસ અને સરકાર સાથે ચર્ચાઓ કરી રહી છે. બન્ને પક્ષ હા પાડશે તો નરેશ પટેલ મધ્યસ્થી બની કંઇક નિવેડો લાવવાનો પ્રયાસ કરશે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/UBiYwAAA