[surat] - પુણામાં રાત્રે પાટીદાર મહિલાઓએ થાલી-વેલણ સાથે રેલી કાઢી

  |   Suratnews

બુધવારે રાત્રે પુણાની નારાયણ નગર સોસાયટીમાં પાટીદાર સમાજની મહિલાઓ દ્વારા થાલી-વેલણ સાથે રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ભેગી થયેલી મહિલાઓએ હાર્દિક પટેલનો સમર્થન અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી.

પાટીદારોના પ્રભુત્ત્વવાળા 6 વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારાયું

સુરત : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલનું અમદાવાદમાં ઉપવાસ આંદોલન ચાલી રહ્યું છે.સૂત્રોનું કહેવું છે કે પોલીસે સાવચેતીના રૂપમાં વરાછા, કાપોદ્રા, સરથાણા, પૂણા, અમરોલી અને કતારગામ વિસ્તારમાં પેટ્રોલિંગ વધાર્યું છે. સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાંચની પણ પાંચ કરતા વધુ ટીમો આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. ખાસ કરીને યોગીચોક અને તેની આજુબાજુના વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

ખેડૂત સમાજનું સમર્થન

ગુજરાત ખેડુત સમાજના પ્રમુખ જયેશ પટેલ(પાલ), દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ દેલાડએ હાર્દિક પટેલની મુલાકાત લઇ આંદોલનને ટેકો જાહેર કર્યો છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CoyCTwAA

📲 Get Surat News on Whatsapp 💬