[surat] - બાળકોની દીર્ઘદ્રષ્ટીઃ વિકાસના મુદ્દે સુરતના 700 વિદ્યાર્થીઓએ મેયરને પત્રો થકી સૂચનો લખ્યાં

  |   Suratnews

સુરતઃ ઉત્રાણની મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના 700 જેટલા વિદ્યાર્થીઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં શહેરના વિવિધ પ્રશ્નો અને શહેરના વિકાસને આગળ વધારવાના સુચનો સાથે લખેલા પત્રોનો જથ્થો મેયર ડો. જગદિશભાઇ પટેલને રૂબરૂ આપ્યો તે સમયે બાળકોના વિચારો જાણવા તેમની સાથે એક કલાક સુધી વાર્તાલાપ કર્યો હતો.

બાળકોએ આપ્યાં અમૂલ્ય સૂચનો

બાળકોએ લખેલા પત્રોમાં મુખ્ય મુદ્દા હતા. હું મારા શહેર માટે શું કરી શંકુ? સોસાયટીનું પાણી સોસાયટીમાં અને શેરીનુ પાણી શેરીમાં રહે અને જમીનમાં રીચાર્જ થાય. ભવિષ્યમાં શહેર પર જળસંકટ આવે નહી તેવું ભવિષ્યનું આયોજન કેવી રીતે શક્ય બની શકે ω ગમે ત્યાં કચરો ફેંકીશ નહિં તે સદવિચારની મારાથી જ શરૂઆત કરીને આ વિચાર દરેક સુધી પહોંચે, હું પ્લાસ્ટીકનો ઉપયોગ કરીશ નહી અને જે લોકો પ્લાસ્ટીકનો ઉપયોગ કરે છે તેને પર્યાવરણમાં પ્લાસ્ટીકથી થતાં પ્રદૂષણની સમજ આપીને તેને પણ પ્લાસ્ટીકનો ઉપયોગ કરતા અટકાવીશ, વ્યસનમાં ડૂબેલા લોકોને આર્થિક, સામાજીક અને પારિવારીક નુકશાનની વાત સમજાવી વ્યસનથી દૂર રહેવા વિનંતી કરીશ, શહેરની સૌથી મોટી ટ્રાફિક સમસ્યાને દૂર કરવા ટ્રાફિકના નિયમો બાબતે જાગૃતિ લાવવા હું પોતે મારાથી શરૂઆત કરી બીજાને પણ ટ્રાફિકના કાયદાઓને અનુસરવા માટે સમજાવીશ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/D7HaNwAA

📲 Get Surat News on Whatsapp 💬