[surat] - મુંબઈથી અમદાવાદ જતી સૂર્યનગરી ટ્રેનમાંથી 17 કરોડના સોના સાથે આંગડીયાના કર્મચારીની અટકાયત

  |   Suratnews

સુરતઃ આંગડીયા પેઢીનો કર્મચારી 17 કરોડના સોના સાથે મુંબઈથી સુરત આવવા નીકળ્યો હતો. સાદી ટીકિટ સાથે મુસાફરી કરતાં આંગડીયા કર્મીની આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બીજી તરફ મુંબઈ સ્ટેશન પર કર્મચારીના માલિક દ્વારા પેપર રજૂ કરવામાં આવ્યાં હોય પોલીસે ખરાઈ કરવાની દિશામાં કાર્યવાહી શરૂ કરી છે.

આરપીએફની તપાસમાં મામલો આવ્યો બહાર

મુંબઈથી અમદાવાદ જતી સૂર્યનગરી ટ્રેનના એસ-9 કોચમાં મુસાફરી કરી રહ્યો હતો. ટીકિટ ન હોવાથી ટીસી પાસેથી સાદી ટીકિટ લઈને મુસાફરી કરી રહેલા મનીષ નામના આંગડીયાકર્મની આરપીએ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેની પાસેથી આરપીએફને 17 કરોડ જેટલી મતાનું સોનું મળી આવ્યું હતું. જેથી આરપીએફ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. બાદમાં પુછપરછ દરમિયાન મનીષે પોતે મહિધરપુરામાં રહેતો હોય અને આંગડીયાના સામાનની ડિલિવરી કરવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. બીજી તરફ મનીષના આંગડીયા પેઢીના માલિક દ્વારા તમામ પેપર મુંબઈમાં રજૂ કરવામાં આવ્યાં હોવાથી પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/rir4BQAA

📲 Get Surat News on Whatsapp 💬