[surat] - સુરતની ફેમસ રગડા પેટીસ ખાવા લાગે છે લાઈનો, સફળતાનું કારણ ચૂલા પર સતત ગરમ થતો રગડો

  |   Suratnews

+2બીજી સ્લાઈડ્સ જુઓ

પિતાના અવસાન બાદ પુત્રએ સંભાળી જવાબદારી, રગડા પેટીસના સ્વાદમાં ફર્ક ન પડવા દીધો

સુરતઃ મહિધરપુરા પોલિસ સ્ટેશનની બાજુની ગલીમાં રામ રગડા પેટિસમાં જશો તો સુરતીઓની રગડા પેટીસ ખાવા માટેની રીતસરની લાઈન જોવા મળશે. આ લારીની સફળતાનું કારણ ચૂલા પર સતત ગરમ થતો રહેતો રગડો છે.

પિતાના અવસાન બાદ પુત્રએ જવાબદારી સંભાળી

રામ રગડા પેટિસના માલિક સુદામા મલ કહે છે કે, મારા પપ્પા સિંધમાં રહેતાં હતાં. ત્યારે મારો જન્મ પણ થયો ન હતો. સિંધ ત્યારે ભારતમાં હતું.1947માં ભારત પાકિસ્તાનના ભાગલાં પડ્યા એટલે પપ્પા નવલરામ સુરત આવીને વસ્યા હતાં. થોડો સમય સુરતમાં આવીને ધંધાની શોધ કરી હતી. મહિધરપુરા રોડ પર ખુબ જ ઓછી વસ્તી હતી. પરંતુ ત્યાં સિનેમા રોડ હોવાથી મારા પપ્પાએ રગડા પેટીસની લારી ચાલું કરી હતી. ફિલ્મ પૂરી થાય એટલે અમારી દુકાન પર લોકોની ભીડ જામતી. સમય જતાં આ વિસ્તાર વિસ્તર્યો, જેથી અમારી લારી પર ગ્રાહકોનો પણ ઘસારો વધ્યો હતો. મારા પપ્પા જ લારી ચલાવતા હતાં. તેમને મદદ કરવા માટે હું લારી પર જતો હતો. અચાનક મારા પપ્પાનું અવસાન થતા તમામ જવાબદારી મારી ઉપર આવી ગઈ હતી....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/B5IdBwAA

📲 Get Surat News on Whatsapp 💬