[surat] - સુરતઃ ફેસબૂક પર અન્ય મહિલાનું ફેક આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ કરતી મહિલા પકડાઇ

  |   Suratnews

ફેક આઇડી બનાવીને બિભત્સ કોમન્ટ કરનારો કોઇ યુવાન નહીં પણ એક મહિલા નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી (પ્રતિકાત્મક તસવીર)

સુરતઃ સોશિયલ મીડિયા પર ફેક આઇડી બનાવી બિભત્સ કોમેન્ટ કરવા જેવા કેસમાં અત્યાર સુધી પુરુષોની સંડોવણી હોવાનું જ બહાર આવતું હતું. જોકે. સુરતમાં ક્રાઈમ બ્રાન્ચે એક યુવતીનું ફેક આઇડી બનાવી તેનો ફોટો ડાઉનલોડ કરીને બિભત્સ કોમન્ટો કરતી કતારગામની એક મહિલાને પકડી પાડી છે.મહિલા પણ સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરે છે એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

પોલીસ પણ ચોંકી ઉઠી

ચોકહજાર વિસ્તારની એક યુવતીએ પોલીસને ફરિયાદ કરી હતી કે, તેનું ફેક આઇડી બનાવીને કોઇ બિભત્સ કોમેન્ટ્સ કરી રહ્યું છે. પોલીસની ટેકનિકલ સર્વેલન્સ ટીમે શોધખોળ શરૂ કરી તો ટીમના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફેક આઇડી બનાવીને બિભત્સ કોમન્ટ કરનારો કોઇ યુવાન નહીં પણ એક મહિલા હતી. ક્રાઈમબ્રાન્ચે જયશ્રી જયમીનભાઇ પટેલની ધરપકડ કરી છે. જયશ્રી 30 વર્ષની છે અને સુરતમાં જી-2 , હરીઓમ સોસાયટી, કુબેરનગર, કતારગામમાં રહે છે અને તેનું મૂળ ગામ જુનાગઢ જિલ્લાનું ચોબારી ગામ હોવાનું પોલીસે જણાવ્યું છે. હાલ પોલીસ પૂછપરછ કરી રહી છે કે, શા માટે યુવતીનું ફેક આઈડી બનાવી બિભસ્ત કોમેન્ટ કરતી હતી.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/SW6A0wAA

📲 Get Surat News on Whatsapp 💬