[surat] - સુરતઃ હાર્દિકના સમર્થનમાં ઘરણા કરતા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ, કોલેજીયનોમાં ફેલાયો રોષ

  |   Suratnews

સુરતઃ હાર્દિક પટેલના સમર્થનમાં આજે વરાછાની કોલેજોના વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શન કરતા પોલીસે લાઠીચાર્જ કરી તમામને ખસેડી દીધા હતા. લગભગ 150-200 જેટલા વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ અમરોલી કોલેજના વિદ્યાર્થીઓ મેદાનમાં ઉતરી આવ્યા છે.

અમરોલી કોલેજ બહાર ઘરણા પ્રદર્શન

નરેશ વિરાણી (પાટીદાર) એ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જ શાંતિ જાળવવી રાખવા માંગતી ન હોય એમ કહીં શકાય છે. 13 દિવસથી ખેડૂત અને પાટીદારોની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના સમર્થનમાં આજે સુરતના વિદ્યાર્થી મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા. ધારુકા કોલેજના ગેટ બહાર પ્રદર્શન કરી રહેલા 150-200 વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યારબાદ અમરોલી કોલેજ બહાર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠાં થયા છે. અને ભાજપનો હુર્યો બોલાવી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/3SmpswAA

📲 Get Surat News on Whatsapp 💬