[surat] - સવર્ણોના ભારત બંધના પડઘા સુરતમાં પડ્યા, પાંડેસરામાં કરાયો વિરોધ, 5ની અટકાયત

  |   Suratnews

પાંડેસરા ખાતે સવર્ણ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

સુરતઃ કેન્દ્ર સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિર્ણયને પલટીને SC/ST એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપે સાગુ કરવાના વિરોધમાં આજે સર્વણ સમુદાયે ભારત બંધનું એલાન આપ્યું છે. જેના પડઘાં આજે સુરતના પડ્યા હતા. પાંડેસરા ખાતે સવર્ણ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેના પગલે પોલીસે પાંચની અટકાયત પણ કરી હતી.

દુકાનો બંધ કરાવતા વિવાદ વધ્યો

SC/ST એક્ટમાં સંશોધન કરી મૂળ સ્વરૂપે સાગુ કરવાના વિરોધમાંની દક્ષિણ ગુજરાતમાં પણ અસર જોવા મળી હતી. જેમાં સુરતમાં પણ બંધના પડ્ઘા સાંભળવા મળ્યા હતા. સુરતના પાંડેસરા વિસ્તારમાં સવર્ણ સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પાંડેસરામાં આવેલી તેરેનામ ચોકડી પાસે દુકાનો બંધ કરાવતા વિવાદ વધ્યો હતો અને પોલીસે તાત્કાલિક પગલાં ભરવા પડ્યા હતા. જેમાં પોલીસે 5 લોકોની અટકાયત કરી હતી. આ પછી પરિસ્થિતિ સામાન્ય બની છે અને જનજીવન રાબેતા મુજબ ફરીથી શરૂ થયું છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/wfroGAAA

📲 Get Surat News on Whatsapp 💬