[surat] - 75 કચરાપેટી હટાવી, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નહીં મૂકનાર હોટલો સામે કાર્યવાહીનો આદેશ

  |   Suratnews

બુધવારે મ્યુ.કમિશનરે હેલ્થ એન્ડ એન્જિનિયરીંગની બેઠકમાં શહેરને કન્ટેનર ફ્રી સિટી માટે જરૂરી આયોજન કરવા, સ્વાઇનફલૂના પાંચ પોઝીટીવ કેસ મળતા આરોગ્ય વિભાગને સતર્ક રહેવા અને તૂટી ગયેલા રસ્તા રિપેર કરવા મામલે સૂચનો કર્યા હતા. પાલિકા કમિશનર એમ.થેન્નારસને ગઇ મિટીંગમાં જ કન્ટેરનો ઉપયોગ ઓછો કરવા સૂચન કર્યું હતું. અઠવાડિયાની અંદર 75 કન્ટેનર ઓછા કરવામાં આવ્યાં છે. ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર નહીં રાખનાર મોટી હોટલોને નોટીસ આપવા પણ ટકોર કરી છે. સ્વછતા સર્વેક્ષણ 2019ને ધ્યાને લઇ કચરો રિસાઇકલ કરવા સાથે રિ-યુઝ કરવા માટે જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.પાલિકાએ સૂકા કચરામાંથી પુઠા, કાચ, રબર, પ્લાસ્ટીક વગેરે અલગ કરવા માટે મટિરીયલ રિકવરી ફેસિલિટીનો પ્રારંભ કરી દીધો છે. જેથી આ વસ્તુઓનું રિસાઇક્લિંગ કરી શકાય.રસ્તા બાબતે કમિશનરે કહ્યું કે શહેરમાં હાલમાં જ્યાં રસ્તા તૂટી ગયા છે અને કોન્ટ્રાકટરની મેઇન્ટેનસ કરવાની સમયમર્યાદામાં હોય તેવા રસ્તા કોન્ટ્રાક્ટરના ખર્ચે જ રિપેર કરવા સૂચના આપી છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/GJmaHwAA

📲 Get Surat News on Whatsapp 💬