[vadodara] - પાંચ વર્ષ બાદ કોમર્સની યુનિટ બિલ્ડિંગને રીડિંગ રૂમ ફાળવાયો

  |   Vadodaranews

વડોદરા | મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં આવેલ યુનિટ બિલ્ડીંગમાં છેલ્લા બે વર્ષથી રિડીંગ રૂમ શરૂ કરવા માટે રજુઆત કરવામાં આવી રહી હતી.પરંત કોઇ ઠોસ પરિણામ મળ્યું ન હતું.એ.જી.એસ.જીના એફ.જી.એસ રાકેશ પંજાબીએ એફ.જી.એસ તરીકે ચુંટાયાના જુજ દિવસોમાં રજુઆત કરીને વિદ્યાર્થીઓ માટે રિડીંગ રૂમ શરૂ કરાવ્યો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અાવેલ કોમર્સ ફેકલ્ટીના યુનિટ બિલ્ડીંગમાં આશરે 200 થી વધારે વિદ્યાર્થીઓ રોજ કલાસમાં આવતા હોય છે.પાંચ વર્ષ પહેલ યુનિટ બિલ્ડીંગ ખાતે આવેલ રિડીંગ રૂમને બંધ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ સમયાંતરે સત્તાધીશો સમક્ષ રિડીંગ રૂમ ચાલુ કરવા માટે રજુઆતો કરવામાં આવી હતી.પરંતું કોઇ ઠોસ પરિણામ મળ્યું ન હતું.તાજેતરમાં યોજાયેલી ચુંટણીમાં કોમર્સના એફ.જી.એસ તરીકે ચુંટાયેલા રાકેશ પંજાબીએ જીત્યા બાદ તુરંત જ રિડીંગ રૂમ શરૂ કરવા માટેની રજુઆતો કરવાનું શરૂ કરી દિધું હતું.જુજ દિવસોમાં પાંચ વર્ષથી બંધ રિડીંગ રૂમ શરૂ કરવામાં આવ્યો હતો. કોમર્સ ફેકલ્ટીના ડિન દિનકર નાયકે રિડીંગ રૂમ ચાલુ કરાવ્યો હતો.યુનિટ ખાતે આવેલ રિડીંગ રૂમમાં એક સાથે અંદાજે 50 જેટલા વિદ્યાર્થીઓ વાંચી શકે છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/D4t8lgAA

📲 Get Vadodara News on Whatsapp 💬