[vadodara] - પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ વડોદરામાં કોંગ્રેસે બાઇક-કારની ટાંકીઓ સાથે કર્યો અનોખી રીતે વિરોધ

  |   Vadodaranews

વડોદરા: પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવ વધારાના વિરોધમાં આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ઓલ્ડ-પાદરા રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બાઇક, કારની પેટ્રોલ-ડીઝલની ટાંકીઓ, પોસ્ટર્સ, બેનર્સ સાથે કોંગ્રેસે દેખાવો અને સૂત્રોચ્ચારો કર્યા હતા. કોંગ્રેસના આ કાર્યક્રમના પગલે રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

વડોદરામાં કોંગ્રેસે બાઇક-કારની ટાંકીઓ સાથે કર્યો અનોખી રીતે વિરોધ

ભડકે બળી રહેલી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ (ભથ્થુ)ની આગેવાનીમાં ઓલ્ડ-પાદરા રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો બાઇક અને કારની પેટ્રોલ-ડીઝલની ટાંકીઓ સાથે જોડાયા હતા. તો કેટલાક કાર્યકરો પેટ્રોલ-ડીઝલના કમરતોડ ભાવ વધારો પરત ખેંચોની માંગ સાથેના પોસ્ટર્સ અને બેનર્સ સાથે જોડાયા હતા....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Sjk3FQAA

📲 Get Vadodara News on Whatsapp 💬