[vadodara] - પર્યુષણમાં પ્રાચીન દેરાસરોના દર્શનાર્થે નિ:શુલ્ક રીક્ષા સેવા

  |   Vadodaranews

6 સપ્ટેમ્બરના રોજ જૈનોનો મહાપર્વ પર્યુષણ શરૂ થઈ રહ્યાં છે. શહેરના ચાર દરવાજા વચ્ચે આવેલા અતિપ્રાચીન જૈન દેરાસરોના દર્શનાર્થીઓ દર્શન કરી શકે તે માટે પ્રથમ વખત નિ:શુલ્ક રીક્ષા સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

પર્યુષણના તહેવારમાં જૈન દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં ચાર દરવાજા વચ્ચે આવેલા પ્રાચીન દેરાસરોમાં દર્શન કરવા માટે આવતા હોય છે. દર્શનાર્થીઓેની સુવિધા માટે શ્રી દાદા પાર્શ્વનાથ જિનાલય તીર્થના ટ્રસ્ટીઓ દ્વારા પર્યુષણના પર્વના 8 દિવસો દરમિયાન નિ:શુલ્ક રીક્ષા સેવાની શરૂઆત કરી છે. જીનાલયના ટ્રસ્ટી રોશનભાઈ ઝવેરીના જણાવ્યા અનુસાર,કોઈ પણ દર્શનાર્થી કોઠી પોળ શાંતીનાથજી જૈન દેરાસર અને સુરસાગર-લાલકોર્ટ પાસેથી બેનર લગાવેલી રીક્ષામાં બેસી ચાર દરવાજા વચ્ચેના પ્રાચીન દેરાસરોના દર્શન કરી શકશે.

ભાસ્કર વિશેષ...

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/6-HArgAA

📲 Get Vadodara News on Whatsapp 💬