[vadodara] - પાલિકાના પદાધિકારીઓ માટે ત્રણ વર્ષમાં રૂા. 5.50 લાખના 11 મોબાઇલ ફોન ખરીદાયા

  |   Vadodaranews

પ્રજા દ્વારા ભરવામાં આવતા વેરાનો કોર્પોરેશનના વહીવટકર્તાઓ કેવો દુરઉપયોગ કરતા હોય તેવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પાલિકાની તીજોરી તળીયા ઝાટક થઇ જવા આવી છે ત્યારે શાસકો દ્વારા લાખો રૂપીયાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આરટીઆઇ વિકાસ મંચના પ્રમુખ અંબાલાલ પરમારે કરેલી આરટીઆઇમાં પાલિકાના મેયર,ડે.મેયર,વિપક્ષ નેતા કેટલા રૂપીયાની કિમંતના મોબાઇલ ફોન વાપરી રહ્યા છે તેની વિગતો બહાર આવી હતી જેમાં કોર્પોરેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 11 મોબાઇલ ફોન ખરીદવામાં આવ્યા હતા જેનો ખર્ચો સાડા પાંચ લાખ રૂપીયા જેટલો થવા જાય છે. વર્તમાન ડે.મેયર જીવરાજ ચોહાણ સૌથી મોંઘો ફોન રૂા.1,01801ની કિમંતનો વાપરી રહ્યા છે. બીજા નંબરે મેયર જીગીશાબેન શેઠનો નંબર આવે છે તેમના મોબાઇલની કિમંત રૂ. 89,000 થાય છે. વિપક્ષના નેતા ચંદ્રકાન્ત ભથ્થુએ અત્યાર સુધી બે ફોન લીધા છે જેમાં પ્રથમ ફોન રૂા.54,000નો અને હાલમાં જે મોબાઇલ ફોન વાપરી રહ્યા છે તે રૂા.82,000નો છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/fl18FAAA

📲 Get Vadodara News on Whatsapp 💬