[vadodara] - પહેલાં : શિક્ષક જેવો હોય તેવો, સાચું ભણાવવો જોઇએ હવે : શિક્ષક જેવો હોય તેવો, દાદાગીરી નહીં ચલાવાય

  |   Vadodaranews

+1બીજી સ્લાઈડ્સ જુઓ

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રીક્ટ 3232F1ના ઉપક્રમે સી.સી મહેતા ઓડિટોરિયમ ખાતે શિક્ષક દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કાર્યક્રમમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ અને માહિસાગરના 40 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વીર નર્મદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો. રમેશચંદ્ર કોઠારી અને ડિસ્ટ્રીક્ટ ગવર્નર લાયન સુનિલ પટેલ મુખ્ય અતિથિ રહ્યા હતા જ્યારે ડૉ.મહેશ ચંપકલાલ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોની હાજરીમાં શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રબુદ્ધ નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હોવાનું ભાનુપ્રસાદ ઉપાધ્યાયે જણાવ્યુ હતું.

Teacher’s Day

ડૉ.મહેશ ચંપકલાલ

શિક્ષણને નાટકની મદદથી આપવું જોઇએ જેથી વિદ્યાર્થીને ભાષાનો મહાવરો થાય

કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉ.મહેશ ચંપકલાલે થિયેટર ઇન એજ્યુકેશનની વાત કરી હતી. તાજેતરમાં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા આ કોર્સ શીખવાડી પણ રહી છે. પશ્ચિમમાં છેલ્લા 50 વર્ષથી થિયેટર ઇન એજ્યુકેશન પ્રચલિત બન્યું છે. તેઓએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના સમયે નાટકનો એક ટૂલ તરીકે ઉપયોગ કરવો જોઈએ. અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કવિતા, નાટક કે અન્ય પાઠોને નાટકના માધ્યમથી ભણાવવા જોઈએ જેને કારણે વિદ્યાર્થીઓ બોલાતી ભાષાનું સાચું ઉચ્ચારણ કરી શકશે. હાલમાં લોકો ભાષા લખી-વાંચી દેતા હોય છે પરંતુ બોલવામાં તકલીફ પડે છે. પરંતુ નાટકના ઉપયોગથી આ સમસ્યા દૂર થઈ શકે છે. કારણ કે નાટકમાં સંવાદોને યાદ કરવા પડે છે, સમજવા પડે છે અને આત્મસાત કરવા પડે છે. નાટકની મદદથી ભાષાનો મહાવરો થઈ શકશે અને કોઈ પણ પારકી ભાષાને વિદ્યાર્થીઓ બોલી કે સમજી શકશે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/kp5WZwAA

📲 Get Vadodara News on Whatsapp 💬