[vadodara] - ‘લેટ્સ ગો ટુ બ્યૂટી પાર્લર’ વિષયે તાત્વિક ચર્ચા કરવામાં આવશે

  |   Vadodaranews

બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા ઓલ્ડ પાદરા રોડ ખાતેની ઓફીસમાં વિશેષ પ્રકારની ટોકનું આયોજન કરવામાં આવ્યું છે. શુક્રવારે યોજાનાર આ ટોકમાં શહેરના સાહિત્યકાર, કવિ અને સાયન્સ ક્ષેત્ર સાથે જોડાયેલા મોહનભાઇ બારોટ ‘લેટ્સ ગો ટુ બ્યૂટી પાર્લર’ વિષય પર ઉપસ્થિતોને જ્ઞાન આપશે. બરોડા મેનેજમેન્ટ એસો.ની ઓલ્ડ પાદરા રોડ પરના અનમોલ પ્લાઝામાં આવેલી ઓફીસ ખાતે યોજવામાં આવશે. જે તમામ લોકો માટે નિ:શુલ્ક રહેશે. ટોકમાં સુંદરતા નિહાળવા માટે છે અડવા માટે નહીં તેવા વિશેષ ટોપીક સાથે વાત કરવામાં આવશે. ઉપરાંત એક વ્યક્તિએ બીજા વ્યક્તિને કઇ રીતે જોવો જોઇએ કે તેને વિચારવો જોઇએ, જીવનને જીવવાની અને વિચારવાની કળા પણ આ ટોકમાં મોહન બારોટ દ્વારા ઉજાગર કરવામાં આવશે. જેમાં ભગવદ ગીતા, રામાયણ, કુરાન, બાઇબલ સહિતના પુસ્તકોનો રેફરન્સ હશે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5ezeIwAA

📲 Get Vadodara News on Whatsapp 💬