[vadodara] - સમલૈંગિકો માટે મહત્વનો ચૂકાદો, સરકાર ત્વરિત અમલ કરતી નથીઃ માનવેન્દ્રસિંહ

  |   Vadodaranews

વડોદરા: સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે, સમલૈંગિકતા હવે અપરાધ નથી. સમલૈંગિકો અંગેના આ ચૂકાદાને વડોદરાના સમલૈંગિકએ વધાવી લીધો છે. રાજપીપળા સ્ટેટના પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે ચૂકાદાને આવકારતા જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે આજે આપેલો ચૂકાદો મહત્વનો છે, પણ તેનો ત્વરિત અમલ થવો પણ તેટલો જ જરૂરી છે. આપણી સરકાર કોર્ટના ચૂકાદનો ત્વરિત અમલ કરવો જોઇએ તે કરતી નથી. પરંતુ અમે સરકારને સુપ્રીમના ચૂકાદાનો ત્વરિત અમલ કરવા માટે રજૂઆત કરીશું.

વડોદરાના સમલૈંગિકોએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાને વધાવી લીધો

અત્યાર સુધી 377 કલમ હેઠળ પોલીસ તંત્ર દ્વારા સમલૈંગિકોને પરેશાન કરવામાં આવતા હતા. જે સામે સુપ્રીમ કોર્ટમાં સમલૈંગિકોએ ઘા નાંખી હતી. વર્ષોથી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા આ ખટલાનો આજે સુપ્રીમ કોર્ટે સમલૈંગિકો તરફે ચૂકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂકાદામાં જણાવ્યું છે કે, સમલૈંગિંકના સંબંધો ગુનો બનતો નથી. તેઓને પણ સામાન્ય વ્યક્તિની જેમ છૂટ મળવી જોઇએ. લોકોને જૂની માન્યતાઓમાંથી બહાર આવવું જોઇએ....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/-h2l9gAA

📲 Get Vadodara News on Whatsapp 💬