[vadodara] - હાર્દિકના સમર્થનમાં પાદરાના પાટીદારોએ બંધ કરાવી સ્કૂલો, મુંડન કરાવતા યુવાનોની અટકાયત

  |   Vadodaranews

વડોદરાઃ પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી માટે ઉપવાસ ઉપર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને હવે ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે. આજે પાદરાના પાટીદારોએ કરખડી ગામની સ્કૂલ બંધ કરાવી હતી અને એક યુવાને મુંડન કરાવ્યું હતું. તો વડોદરા જિલ્લા કોંગ્રેસે પણ હાર્દિક પટેલના સમર્થનમાં આંદોલન કરનાર પાદરાના પાટીદારોને સમર્થન જાહેર કર્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા પોલીસે 16 જેટલા આંદોલનકારીઓની અટકાયત કરી હતી.

હાર્દિકના સમર્થનમાં પાદરાના પાટીદારોએ સ્કૂલો બંધ કરાવી

છેલ્લા 12 દિવસથી ખેડૂતોના દેવા માફી તથા પાટીદારોને અનામત માટે ઉપવાસ ઉપર બેઠેલા પાટીદાર નેતા હાર્દિક પટેલને ગામડાઓમાંથી પણ જન સમર્થન મળી રહ્યું છે. અત્યાર સુધી માત્ર અમદાવાદ પુરતુ સમિતી રહેલું આંદોલન હવે પ્રસરી રહ્યું છે. શહેરો બાદ હવે ગામડાઓમાં પણ પાટીદાર યુવાનો હાર્દિક પટેલના સમર્થનમાં આગળ આવી રહ્યા છે....

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/Qc_jJQAA

📲 Get Vadodara News on Whatsapp 💬