[valsad] - ઉમરગામની મહિલાને આપઘાત માટે મજબૂર કરનારા પતિને 10 વર્ષની કેદ
ઉમરગામ તાલુકામાં સાસુ નણંદના મ્હેણાંટોણાં અને પતિની સતત મારઝૂડથી કંટાળેલી પરિણીતાએ શરીરે કેરોસીન છાંટી આપઘાત કરવા મજબૂર કરવાના કેસમાં સેશન્સ કોર્ટે 10 વર્ષની સજા ફટકારતો મહત્વનો હુકમ કર્યો છે.જ્યારે આ કેસમાં શંકાનો લાભ આપી કોર્ટે સાસુ અને નણંદને છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
ધનોલીમાં પટેલ ફળિયામાં રહેતા વિરેન્દ્ર ગોવિંદ ધો.પટેલના લગ્ન વાપી ખાતે થયા હતા..લગ્નના એકાદ માસ બાદ પત્નીને અવાર નવાર સાસરીયાઓ દ્વારા મહેણા ટોણા મારી ત્રાસ આપવામાં આવતો હતો..પતિ વિરેન્દ્ર મચ્છીમારી કરવા વ્હાણમાં જઇને આવતો ત્યારે પૈસા માતા અને નણંદને આપી દેતો.પત્ની કપડા લેવા માટે પૈસા માગતી ત્યારે પતિ દારૂ પીને ઝગડો કરીને હું પૈસા કમાવીને લાવું છું તેનું જે કરૂં તે તારે જોવાનું નથી તેવું કહી તેણીને મારઝૂડ કરતો હતો.દરમિયાન 27 જૂન 2010ના રોજ પત્નીએ કંટાળીને સવારે 9.30 વાગ્યે પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી જવાનો પ્રયાસ કરતા ગંભીર રીતે દાઝી ગઇ હતી.જેને ભીલાડ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી.જ્યાં તેણીએ પતિ વિરેન્દ્ર,સાસુ ચંચળબેન અને નણંદ વિરૂધ્ધ શારીરિક અને માનસિક ત્રાસ અપાયાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ સારવાર દરમિયાન પત્નીનું મોત નિપજ્યું હતું.આ કેસમાં પતિને 10 વર્ષની સજા સેશન્સ કોર્ટે ફટકારી છે....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/5AQjaQAA