[valsad] - ડુંગરી પંથકના 35 ગામમાં રખડતાં ઢોરોનો ત્રાસ વધ્યો

  |   Valsadnews

વલસાડના ડુંગરી પંથકના 35 ગામમાં રખડતાં ઢોરોના ત્રાસથી વાહનચાલકો અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.માર્ગ પર રખડતાં ઢોરોથી અકસ્માતના બનાવો બને છે. તેમજ ખેતરોમાં ડાંગરને પણ રખડતાં ઢોરો વ્યાપક નુકસાન પહોંચાડી રહ્યાં છે.

ડુંગરી પંથકનાં માલવણ, જેસપોર, જોરાવાસણ, રોલા, સોનવાડા, દાંડી અને દાંતી કકવાડી સહિતનાં 35 ગામમાં રખડતાં ઢોરોનાં ત્રાસને કારણે ખેડૂતો ચિતિંત જણાઈ રહ્યાં છે. હાલ ખેતરોમાં ડાંગરના પાક લેવામાં આવ્યો છે.પરંતુ પશુપાલકો દ્વારા દર વર્ષે ચોમાસામાં ઢોરોને છૂટાં મૂકી દેવાતા દરેક ગામોમાં રખડતાં ઢોરોને કારણે ખેતરોમાં ડાંગરના પાકને નુકસાન પહોંચાડતાં ખેડૂતોમાં નારાજગી પ્રવર્તી રહી છે.તેમજ માર્ગ પર રખડતાં ઢોરોથી અકસ્માતના બનાવો બન્યા છે. જો કે રખડતાં ઢોરાના ત્રાસથી પરેશાન ચાલકો અને ખેડૂતો વહીવટી તંત્ર દ્વારા રખડતાં ઢોરો અને તેમના માલીકો પણ સખત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી રહ્યાં છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/7MWFGAAA

📲 Get Valsad News on Whatsapp 💬