[valsad] - વલસાડમાં ફ્રેઇટ કોરિડોરના નવા ફૂટ બ્રિજમાં દાદર જ નથી

  |   Valsadnews

રેલવે ફ્રેઇટ કોરિડોરના કારણે તૈયાર થઇ રહેલું તેમજ વલસાડ ઇસ્ટ અને વેસ્ટ રેલવે યાર્ડને જોડતો નવો રેલવે ફુટ ઓવરબ્રિજ હજી લોકાર્પણ થવા પહેલાં જ વિવાદે ચઢ્યો છે.

રેલવેના ફ્રે્ઇટ કોરિડોર માટે નવી લાઇન નાંખવા માટે વલસાડના રેલવે યાર્ડને જોડતા જૂનું ફુટ ઓવરબ્રિજ તોડી નવું બનાવાઇ રહ્યું છે. છેલ્લા 5 માસથી આ બ્રિજનું કામ ચાલી રહ્યું છે. જુનો બ્રિજ જર્જરિત થતાં નવો બ્રિજ બંધાઇ રહ્યો છે. મોગરાવાડી અને અબ્રામા ઝોનના ઇસ્ટ યાર્ડ,વેસ્ટ રેલવે યાર્ડ સાથે વલસાડ શહેરને જોડતાઆ નવા બ્રિજથી હજારો લોકોને રાહત મળશે પરંતુ મોગરાવાડી અને અબ્રામાના ઉત્તર દિશાના 25 હજાર લોકોને જવા આવવા માટે રોડને લાગૂ કરીને દાદરનું પ્રોવિઝન ન મૂકાતા મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ પામશે.આ વિસ્તારના લોકોને બ્રિજના દક્ષિણ છેડા સુધી અપાયેલો ઢાળ ઉતરીને અવર જવર કરવી પડશેે.જેમાં દક્ષિણ પંથકના લોકોને સરળતા રહેશે પરંતુ ઉત્તર દિશાના મોગરાવાડી અબ્રામાં વિસ્તારના લોકોને ત્યાંથી અડધો કિમીનો ચકરાવો લઇને હાલાકી ભોગવવી પડે તેમ છે. સામાજીક કાર્યકર ફારૂકભાઇ મુલ્લા સાથે 63 જેટલા લોકોની સહિ સાથે આ મુદ્દે વાંધો ઉઠાવાયો છે. જેમાં પાલિકા સભ્ય કોંગ્રેસના ગીરીશ દેસાઇ,સંજય ચૌહાણ, વિજય પટેલ,ઝાકિર પઠાણ વિગેરેઓએ આ વાંધા અરજી મુંબઇ સ્થિત રેલવે ડિવિઝન મેનેજર સમક્ષ વાંધો ઉઠાવી ફુટ રેલવે બ્રિજના વચ્ચે ઉત્તર દિશામાં ઉતરવા ચઢવા માટે દાદરની સુવિધા ઉભી કરવા માગણી રજૂ કરી છે.

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/CK85IAAA

📲 Get Valsad News on Whatsapp 💬