[valsad] - સેગવી સર્વોદય હાઈસ્કૂલમાં કૃષ્ણ જન્મોત્સવ કાર્યક્રમ યોજાયો
વલસાડ|વલસાડ નજીકના સેગવી ગામે સર્વોદય હાઈસ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી વિદ્યાર્થીઓ દ્વારા ધામધૂમથી કરાઈ હતી. વિદ્યાર્થીઓએ કૃષ્ણ ભક્તિના ભજનો ગાઈને શાળાનું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. શિક્ષીકા આશાબેન પટેલે મીરાંબાઈનો રોલ અદા કરી વિવિધ ભજનો રજૂ કર્યા હતા. રાધા-કૃષ્ણના પાત્રમાં વિદ્યાર્થીઓએ અભિનય કરી કૃષ્ણને પારણાંમાં ઝૂલાવી આનંદ માણ્યો હતો. ત્યારબાદ મટકીફોડી પંજરીનો પ્રસાદ ગ્રહણ કરી વિદ્યાર્થીઓ સહિત આચાર્ય અને શિક્ષકો ધન્ય બન્યા હતા....
અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/9Wud-wAA