[valsad] - કરૂણાંતિકા/ વલસાડમાં GEBના થાંભલા પરથી વાયર આધેડ પર તૂટી પડતા મોત નીપજ્યું

  |   Valsadnews

જર્જરીત થાંભલા પરથી વાયર તૂટી પડ્યો

  • અવાર નવાર લાઈન તૂટી પડતી હોવાનું ગામ લોકોએ જણાવ્યું

  • લાઈન રીપેર કરતા ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો

સુરતઃ વલસાડના સેગવી ગામમાં આવેલા ક્રિકેટ મેદાન પાસે આધેડ આરામ કરવા બેઠા હતા. દરમિયાન 11 કેવીની લાઈન તેના ઉપર પડતા મોત થયું હતું. ઘટનાની જાણ થતા જીઈબીના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

જર્જરીત થાંભલા પરથી વાયર તૂટી પડ્યો

સેગવી ગામમાં સ્કૂલ ફળીયા ખાતે સુનિલ સુખભાઈ રાઠોડ(ઉ.વ.45) પરિવાર સાથે રહેતા હતા. સેગવી ગામમાં આવેલા ક્રિકેટ મેદાન પાસે આરામ કરવા બેઠા હતા. દરમિયાનવ નજીકમાંથી પસાર થતી જીઈબીની 11 કેવીની લાઈન તેના પર તૂટી પડી હતી. જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જીઈબીની લાઈન જર્જરિત હોવાને લઈને થાંભલા ઉપરથી વાયર તુટી પડ્યો હતો. અવાર નવાર લાઈન તૂટી પડે છે. વારંવાર જીઈબીમાં રજુઆત કરવા છત્તા લાઈન રીપેર કરતા ન હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

ફોટો - http://v.duta.us/AJ6GxQAA

અહીં સંપૂર્ણ સમાચાર વાંચો — - http://v.duta.us/0M_lEgAA

📲 Get Valsad News on Whatsapp 💬